ક્યારેક વગર પ્રતીક્ષા એ પણ તું મને મળે ..
ક્યારેક પ્રતીક્ષા કરું તો પણ તું ન મળે ...
કેવી છે આકરી કસોટીઓ જીવનની..
એ જાણીને પણ હું તને પામવા કેટલી આતુર
ક્યારેક તું પણ મને જાણયે-અજાણયે પામે
કસોટીઓ છે કપરી આ જીવનની
વિરહની આ કેવી વેદના છે
આ પ્રતીક્ષા પ્રેમની ન જાણે શું છે
આ ન જાણું હું કે ન જાણે તું તેમ છતાં
સઘળુંય જાણીએ આપણે બેઉં
ક્યારેક લાગે છે કે એક સપનું છે તું
તો ક્યારેક એક ક્ષણ થાય છે એ જે તારી સાથે પસાર થઈ છે
જીવન જીવવાની તો કેટલીય જડીબુટ્ટી જાણે મળી જાય
પણ મૃત્યુ પછી બધું જ વ્યર્થ થઈ જાય...
દૂર છે તું મારાથી હું જાણું છું તોય ક્યારે તને હું સમીપ છો એવો અહેસાસ થાય છે...
તારા મોબાઇલ માં મેસેજ કરું છું ..
રાહ જોઉં છું તારા પ્રત્યુતર ની..
બસ એમ જ મન ને મનાવી લવ છું...
મને ક્યારેક થાય છે કે તું મારી પાસે છે
પણ હું જાણું છું કે એવું મને પ્રતીતિ થાય છે ...
તું છો જોજનો દૂર...
છતાંય તું છો મારા અસ્તિત્વ માં... બિંદુ અનુરાગ
૨૭/૧૨/૨૧ ૦૯:૦૦
-Bindu _Anurag