એક ગઝલ લખવા તર્ક સુધી જાવું;
ને શેરિયત લાવા વિતર્ક સુધી જાવું;
રંગ રક્તનો એક છતાં ધર્મ થયા જૂદા,
એનાથી વિશેષ કયા ફર્ક સુધી જાવું?
કર્મનો હિસાબ થવાનો આ જ જન્મે,
છોડ યાર ક્યાં સ્વર્ગ નર્ક સુધી જાવું?
સારો નરસો સમય શિખવાડે જે પાઠ,
એ શિખવા ક્યાં કોઈને વર્ગ સુધી જાવું?
કુકડાની બોલીએ તો જાગે ફક્ત આ તન,
મન જગાડવા આશાની અર્ક સુધી જાવું;
મિલન પ્રણયનું પણ આસાન નથી હોતું,
"વ્યોમ"ને મળવા ધરાની કર્ક સુધી જાવું;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)