સગાઈ : રૂપિયો ને શ્રીફળ. ..
_____________________
હું મીતુલ છુ,કોઈ ના કહેશો મુજ ને કે હું પારકી થાપણ છુ.
હું મમ્મી ના આંખ નુ આંસુ છુ, અને પપ્પા નુ શાણપણ છુ,
શુકન નો રૂપિયો અને શ્રીફળ , હુ સહષૅ સ્વીકારૂ છુ,
છે કાળજા નો કટકો તમારો, આજ મુજ હૈયા મા બેસાડુ છુ.
ખુશી નો માહોલ છે એટલે ગંભીર શબ્દો થી આ 'જયવંત કુમાર ' હસી લે છે.
દીકરી વિઘિ અને વેવાઈ વેવાણ ની ચિંતા ' કવિરાજ ' હરી લે છે.
હવે સીમ થી બેડુ નથી ભરવા નુ, ધર મા નળ આવી ગયા છે,
છાણા થાપી,ચુલા નથી ફુકવા ના હવે,ગેસ અને ઓવન આવી ગયા છે.
સાસુ નામ ની એપ કયાર ની ડિલીટ થઇ ગઈ છે,મમ્મી તો હવે સહેલી બની ગઈ છે.
સસરા નો ખોખારો અને સાવજ ની રાડ , જંગલ ની સીમ માં સૂઈ ગઇ છે.
ઉઘ માં ખલેલ નહી પડે હવે, કારણ સસરા ને ચા બનાવતા આવડી ગઈ છે.
ખિચડી ને રોટલા વગર પણ ચાલશે, સાસુ સસરા ને ચાઇનીસ અને પીઝા ફાવી ગયા છે.
જેટલુ આવડે એટલુ બનાવ જો , બાકી
મોબાઈલ મા ઝોમેટો ની એપ પણ આપી દીઘી છે.
જયવંભાઇ બગડીયા / કવિરાજ