સીરત અવગણીને ખુબસુરત ચહેરા પર મોહી ગયાં,
લાગણી તરછોડીને લાલચની માયામાં ફસી ગયાં....
ચહેરા પાછળનો જૂઠનો નકાબ પહેરી રાખ્યો હતો,
મીઠી વાત કરીને જિંદગી સાથે અજીબ ખેલ ખેલી ગયાં.....
પોતાનાના પર શક કર્યો ને અજનબી પર ભરોસો કર્યો,
સાચું ખોટાનું ભાન ન રહ્યુંને પ્રેમના ચકકરમાં પડી ગયાં.....
એક અંગૂઠીના મોહમાં વર્ષોનો પ્રેમને નકારી દીધો,
ખુશખુશાલ જિંદગીનો એક ક્ષણમાં શિકાર કરી ગયાં....
ભૂલ સુધારવાનો બધાંને એક મોકો તો મળે છે,
ખોટા અહંકાર રહીને હાથમાં આવેલો અવસર ચૂકી ગયાં....
-Bhargav Jagad