હાલમાં ચેતન ભગતની girl in room 105 પુરી કરી.
ખૂન કેઇસની અટપટી વાતો સાથે હાઈટેક અને આજે સહુમાં પ્રચલિત ટેકનોલોજી નો ઉપયોગ દરેક તબક્કે બતાવ્યો છે.
ગમે ત્યાંથી intellectuals ના વહાલા થવા કાશ્મીર ઘુસાડયું છે.
IIT પાસ એક યુવક IIT. કોચિંગ ક્લાસમાં ટ્યુટરની જોબ સ્વીકારે છે અને પછી પસ્તાય છે. તેનો સાથી એવી જ સારી એન્જીનીયરીંગ સંસ્થાનો પાસ આઉટ છે.
નાયકની ગર્લફ્રેન્ડ ખાસ નાયક સાથે રહેવા IIT પછી Ph. D. કરવા હોસ્ટેલમાં રહે છે. તેને નાયક પોતાને ઘેર રાજસ્થાન લઈ જાય છે. તેના મમમી પપ્પા આવી અદભુત રૂપ લાવણ્ય વાળી ફ્રેન્ડ વહુ બને એ ખ્યાલમાં ખુશ થઈ જાય છે પણ એ કાશ્મીરી મુસ્લિમ છે એ જાણી જેમ બને તેમ જલ્દી નાયક કેશવને તેને લઈ ચાલ્યા જવા કહે છે એટલે કેશવનું એ ગર્લ સાથે બ્રેકઅપ થાય છે.
કેશવ એને ભૂલી શકતો નથી પણ એ બીજા તેલુગુ સાથે એંગેજ પણ થઈ જાય છે. એ તેલુગુ પોતાની વિદેશી સ્ટાર્ટ અપ માં તેને અર્ધો ભાગ પરણ્યા પહેલાં જ આપી દે છે. બંને ડેટિંગ કરે છે અને કેશવ કોચિંગ ક્લાસમાં સંચાલકની ગાળો ખાતો રહે છે.
ગર્લ ના બર્થડે ઉપર ઓચિંતો કેશવને તેને વિષ કરવા રૂબરૂ લેડીઝ હોસ્ટેલ તેના રૂમ 105માં આવવા ગર્લનો મેસેજ ફ્લેશ થાય છે. કેશવ ચેટ થી ખાત્રી કરે છે કે એ ગર્લનો જ મેસેજ છે. એ પોતાનું જૂનું આઈકાર્ડ પકડી સ્ટુડન્ટ તરીકે લેડીઝ હોસ્ટેલ થઈ કેમ્પસમાં દાખલ થાય છે, ચૂપચાપ જાવા રૂમ 105 ની બહાર એક આંબા ના ઝાડની ડાળીએ ચડી તેને નાતે અટકાવી રાખેલી બારી દ્વારા દાખલ થાય છે તો ફ્રેન્ડ સૂતી છે.. ઝરા. તે ઝરને ઢંઢોળે છે અને ભર ઊંઘમાં જોઈ તેની ચાદર ખસેડી તેની બાજુમાં સુઈ જઈ તેને આગોશમાં લઈ કિસ કરવા પ્રયત્ન કરે છે ત્યાં તેનું શરીર ઠંડુ ગાર અને કડક જોઈ મોબાઇલની લાઈટ કરે છે. શાક પડતાં ટેબલલેમ્પની લાઈટ. ઝરા મૃત્યુ પામી હોય છે. તેના ગળા પર નિશાનો હોય છે.
નીચે રાહ જોતો મિત્ર ભાગી નીકળવા કહે છે પણ ખૂન નથી જ કર્યું તો ઈંફોર્મ પોતે જ કરવા ઝરા ના પિતાને રાતે 3 વાગે ફોન લગાડે છે. મૃત ઝરા ના ફિંગર પ્રિન્ટથી તેનો મોબાઈલ ચાલુ કરીને. તું હજી મારી દીકરીને મુકતો કેમ નથી કહી ખિજાતા પિતાને સાચી સ્થિતિ જણાવે છે અને પોલીસને પણ ફોન કરે છે. ઈર્ષ્યા સાથે ઝરા ના ફિયાન્સ રઘુ ને ફોનનં ગોતી જાણ કરે છે.
ઝરા નો ગાઈડ પોલીસને અસહકાર આપે છે અને પોલીસ શક પર થી કેશવ અને મિત્રને કસ્ટડીમાં લે છે. એ દરમ્યાન કોઈ રીતે એ રાતના હોસ્ટેલ ચોકીદાર ના સીસી ટીવી ફૂટેજ મેળવતાં તે ખૂન ના સમયે પોસ્ટ પર નથી. તેનો મોબાઈલ હેક કરી મિત્ર જણાવે છે કે ચોકીદાર એ સમયે લેડીઝ ટોયલેટ એટલે લોજેશન મુજબ રૂમ 105 પાસે હતો. કેશવ, મિત્ર ગોલું ને છોડી ચોકીદારની ધરપકડ થાય છે.
નેક્સટ ટુંકસાર હવે પછીના મેસેજમાં.
ચેતન સ્ટાઇલ સાથે ખૂન કેઇસ સાથે ટેકનોલોજી ની વાર્તા વાંચવાની મઝા આવી.