હ્રદયને બીજાના શરીરમાં ધબકાવી શકે,
ફક્ત વિજ્ઞાન જ કરી શકે છે આ ચમત્કાર...
ચહેરાથી અલગ બીજો ચહેરો બનાવી શકે,
ફક્ત વિજ્ઞાન જ કરી શકે છે પ્લાસ્ટિક સર્જરી....
શરીરના કયાં અંગમાં શું તકલીફ એ જાણી શકાય,
ફકત વિજ્ઞાન જ કરી શકે છે સીટી સ્કેન કે MRI ટેસ્ટ....
લોહીમાં કયાં કણો વધારે કે ઓછા છે એ જાણી શકાય,
ફકત વિજ્ઞાન દ્વારા મેળવી શકાય છે આવી ઝડપી માહિતી...
ગર્ભમાં રહેલા બાળકનું પોષણ જાણી શકાય,
ફકત વિજ્ઞાન દ્વારા કરી શકાય છે આ સોનોગ્રાફી.....
તૂટેલા હાડકાંને જોડીને પહેલાં જેવું કરી શકાય,
ફક્ત વિજ્ઞાન જ કરી શકે છે આવું પ્લાસ્ટર....
-Bhargav Jagad