તારી આ તીરછી નજર ઘાયલ કરી ગઈ મને;
ઉપર આ મિઠી મુસ્કાન કાયલ કરી ગઈ મને;
આમ તો હું પણ દિવાનો છું પવનની પમરાટનો,
પણ મહેક આ ગજરાની પાગલ કરી ગઈ મને;
કેવો ખુશનસીબ છે હાર જે વળગીને રહે ગળે?
ઈર્ષા તારા ગળાના હારની પાયલ કરી ગઈ મને;
આકાશે શું છવાઈ ઘનઘોર આ કાળી વાદળી,
કે સુરમય તારી આંખોનું કાજલ કરી ગઈ મને;
પાછા વળી જોતાં તારા અધરનું અમથું ફફડવું,
જાણે કે "વ્યોમ" નામની હાકલ કરી ગઈ મને;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)