પ્રસંગો સ્મૃતિમાં એવા હારબંધ યાદ આવે,
દીવાનગીના પુરા, હતા પ્રબંધ યાદ આવે;
પુસ્તક ન વંચાયેલું, હો અકબંધ યાદ આવે,
વિસરી ગયેલ એમ, કો' સંબંધ યાદ આવે;
રડતા રહો એ બાદ અને રુદન ન થઈ શકે,
જ્યાં પડી'તી ઝાકળ, એ સ્કંધ યાદ આવે;
ક્યારેક હવામાં વહીને,આવે આછી લ્હેરખી,
એ સાથે વહીને આછી,એક ગંધ યાદ આવે;
થઈ બેખબર વળો તમે કોઈ જાણીતા રસ્તે,
સહસા જ એ રસ્તો,થયો છે બંધ યાદ આવે;
કાયમ અમિત તમને, ઘાવ પંપાળતા જોઈ,
ઉછરેલ લાડમાં, અમીર ફરજંદ યાદ આવે;
-