ક્યારેક કણ પણ મણ બને,
તો ક્યારેક મણ પણ કણ બને,
ક્યારેક હાર પણ જીત બને,
તો ક્યારેક જીત પણ હાર બને,
ક્યારેક દુઃખ પણ સુખ બને,
તો ક્યારેક સુખ પણ દુઃખ બને,
ક્યારેક ખોટું પણ સાચું બને,
તો ક્યારેક સાચું પણ ખોટું બને,
ક્યારેક અંધારું પણ અજવાળું બને,
તો ક્યારેક અજવાળું પણ અંધારું બને,
ક્યારેક કણ પણ મણ બને,
તો ક્યારેક મણ પણ કણ બને..
મનોજ નાવડીયા