ગજ ગજ ફૂલી જાય છે મારી છાતી;
સાંભળું અજનબી જબાને ગુજરાતી;
વસી જાય ત્યાં આખે આખું ગુજરાત,
જ્યાં જ્યાં વસે ફક્ત એક ગુજરાતી;
બોલે બોલી ભલેને એ અલગ અલગ,
પણ, લહેકો રહેતો હમેશાં ગુજરાતી;
સૌમ્ય, સરળ, સહેલાઈથી સમજાતી,
એવી આસાન ભાષા મારી ગુજરાતી;
ગર્વ છે ને રહેશે મારી માતૃભાષા પર,
"વ્યોમ"એ પોંચે માતૃભાષાની ખ્યાતિ;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. આદિપુર (કચ્છ)