મારી આંખો દ્વારા લખાય ગઈ હતી,
તારાં અને મારા સપનાંની કંકોત્રી.....
મારી ધડકનો દ્વારા પહેલાંથી લખાય ગઈ હતી,
તારાં અને મારા નિસ્વાર્થ પ્રેમની કંકોત્રી....
મારા દિલ દિમાગ દ્વારા લખાઈ ગઈ હતી,
તારાં અને મારા સંબંધની કંકોત્રી....
મારી આંસુઓ દ્વારા લખાય ગઈ હતી,
તારાં અને મારા જુદાઈની કંકોત્રી.....
મારી ખામોશીઓ દ્વારા લખાઈ ગઈ હતી,
તારાં અને મારા વિરહની કંકોત્રી.....
મારા પોતાના હાથો દ્વારા લખવી પડી હતી,
તારાં અને મારા અલગ નસીબની કંકોત્રી...
-Bhargav Jagad