Part 1(Bahadur Dada)
દાદા...દાદા બચાવો..બચાવો કરતા..સોસાયટી ની એક બાળા દાદા ના પગ પકડી નીચે બેસી ગઈ...
દાદા હજુ કાંઈ સમજે.. એ પહેલાં...તો સોસાયટી માં રહેતા અમુક મવાલીઓ..તેના મિત્રો સાથે...આવી..
પહોંચ્યા..
છોકરી થર..થર ધ્રૂજતી.ઉભી થઈ...દાદા ને ભેટી પડી...દાદા એ કીધુ..બેટા. હું..ઉભો છુ.. ત્યાં સુધી..તારો.. વાળ પણ વાંકો કરવાની તાકાત ..કોઈ ની નથી..
લંપટ અને નાલાયક મવાલીઓ..બોલ્યા...અમારી વચ્ચે થી..ખસી જવામા તમારી ભલાઈ છે....
દાદા...ની ઉમ્મર 75 વર્ષ ની હતી પણ..ઘણા વખતે જવાની બતાવવાનો મોકો દાદા ને મળ્યો હોય..તેમ...ત્રાડ નાખી ને બોલ્યા.... આ મારી સોસાયટી ની દીકરી છે...અને તેનો બાપ આ દુનિયા માં નથી..સમજી લે ..તેનો બાપ જ તારી સામે ઊભો છે.....
લંપટ...લોકો આગળ વધ્યા...દાદા..એ બૂમ મારી...
ખબરદાર એક ડગલુ પણ આગળ વધ્યા છો.....
એક લંપટ બોલ્યો... તો શું કરી.લઈશ..
દાદા ની પાછળ ઉભેલી તેના દીકરા ની વહુ બોલી....તારા નસીબ સારા છે....હારામી મારો ધણી અત્યારે ઘરે નથી...
નહીંતર આટલા સવાલ કરતા પહેલા તારી જીભ જ કાપી નાખી હોત....
સાલા ગીધડાઓ..તમે ભૂલથી આજે સિંહ ની ગુફા પાસે આવી ગયા છો.. અત્યાર સુધી તમે ..ગધેડા ના ભુકણ જ સાંભળ્યા છે...આજે સિંહણ ની ગર્જના અને શિકાર પણ જોતા જાવ..કહી..ખુલ્લી તલવાર સાથે દાદા ના દીકરા ની
વહુ દોડી...
દાદા એ દીકરા ની વહુ ને રોકી... તેના હાથ માંથી તલવાર પોતાના હાથ મા લીધી...અને દાદા બોલ્યા...બેટા
સિંહ ઘરડો થયો તો શું થયું..હજુ શિકાર કરતા તો આવડે છે.....તું ફક્ત આ દીકરી ને સંભાળ...
લંપટ લોકો ની ગેગ માંથી એક વ્યક્તિ એ આગળ આવવાનો.પ્રયત્ન કરવા ગયો..અને દાદા...એ જય માઁ ભવાની ..બુમ સાથે ખુલ્લી તલવારે દોડ્યા..