તે અતિ ઉત્સુકતા સાથે લાલ ગુલાબ લઈ તેની પ્રેમિકાને ઘેર વેલેન્ટાઇનના દિવસે સવારના પહોરમાં ગયો. પ્રેમિકા સૂતી હતી. બારણું એની મમ્મીએ ઉઘાડતા પૂછ્યું " કોનું કામ છે? શું જોઈએ છીએ?"
બઘવાઈ જઈ તેણે મમ્મીને કહી દીધું " બહુ મસ્ત ગુલાબ છે મેડમ. અંકલ માટે લઈ લો. ખાલી 50 રૂ."
એને એમ કે અત્યારે બારણું બંધ થશે ને પોતે દોઢ બે કલાક પછી.. આહા..
પણ નશીબ જુઓ. મમ્મીએ ગુલાબ લઈ 50 રૂ. આપી બારણું બંધ કરી દીધું!!
કથા બીજ ડો. હેમાંગ દેસાઈ