*વિયોગી મન*
આવતી રહે છે પ્રેમની મહેંક,
તારા યાદોના બાગથી.
કરમાઇ રહ્યું છે મુખ કમળ,
તારાં આ વિરહની આગથી.
હસતાં ચહેરા રડતાં થયાં,
તારા સ્નેહના વિયોગથી.
ભાગ્ય પણ ભેખ પહેરી લીધા,
તારા વિના મિલનના માર્ગેથી.
આંખોનાં ઝાંકળ બિંદુ સુકાયા,
વિખૂટો પડ્યો તારા ભાગથી.
કહે નર આ કેવી કસોટી કરી,
દુર થયો હું હવે તારા સંગથી.
નારાણજી જાડેજા
નર