સ્મરણાજલિ શાંતિ ભાઈ ને ;
ભાભણ થી સૂરત સુઘી ની અંનત ચાત્રા ખૂબ લાંબી છે,
છતા જીવન માં સ્વાર્થ અને કપટ ની થેલી સદા ખાલી છે.
ભોળા કહો કે કહો ભદ્રીક , જીદગી ખૂબ સાદી છે,
ભાઇ બહેન અને સંબઘી ઓ , આ મૂડી એમની ખૂબ ભારી છે.
જન્મ થી મોટાભાઇ બની ને આવ્યા , અને ફરજો પિતા ની નિભાવી છે,
અંતિમ શ્વાસ સુઘી ની જીદગી બીજા માટે વાપરી છે.
ખૂદ ની ચિંતા ખૂદ ને નથી એટલે પ્રભુ એમને સાચવવા ની જવાબદારી તમારી છે,
દર વર્ષે યાદ આવે છે, જે આંસૂ ખુબ ભારી છે.
જચવંતભાઇ બગડીચા / કવિરાજ