હેપ્પી વેલેન્ટાઇન ડે.......
___________________
ચાલ આજ હું પ્રોપોઝ કરી લઉ તને,
તુ આસમાન માં અને હું જમીન પર, છતા મળી લઉં તને
તું કલ્પના માં આવી જજે, હું સપના માં જોઈ લઈશ તને,
તું પ્રભાત નું કિરણ બની મળવા આવી જજે મને, હું સંધ્યા એ સાગર ના મોજા બની મળી લઈશ તને,
સુકાયેલા બાગ છતાં તું મહેકતી રહી છે મને,
આથમતા સૂરજ છતાં જ્યોત બની ઝળહળતી રહી છે કને,
લગ્ન થી મૃત્યુ સુધી લાગણી ના સંબધો ની સમજણ હતી તને અને મને,
છતાં ' I LOVE YOU '. શબ્દો લખવા ની જરૂર પડી નથી મને,
આપ્યા હતા વચન અગ્નિ ની સાક્ષી એ એક મેક ને,છતાં તું છોડી ને ચાલી ગઈ હતી મને,
અતિમ સમયે મેં સોપી હતી અગ્નિ ને તને,
આજ માંગી રહયો છું પ્રભુ ફરી સોંપી દે મને.....
ફરી સોંપી દે મને...... ફરી સોંપી દે મને.......
જયવંત બગડીયા / કવિરાજ