Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દસહારે વીતાવવાની જિંદગી અમારે.
અર્થવિસ્તારે જીવવાની જિંદગી અમારે.

ના સુખસાહેબી લખી હતી કીસ્મતમાંને,
દુઃખ પનારે ભોગવવાની જિંદગી અમારે.

માનસન્માન તો દૂર રહ્યાં અમારાથી સદા,
હંમેશાં વિષઘૂટ પીવાની જિંદગી અમારે.

સમો વીતાવી ગયાં ભાવિ ઊજળું ધારીને,
નેવાંનાં મોભે ચડાવવાની જિંદગી અમારે.

ના સુખનો સૂરજ ઊગ્યો સ્વપ્નમાંય કદી,
સંકટસંગાથે સમજવાની જિંદગી અમારે.

હર્ષ, આનંદ, મોજ, સ્નેહ નથી આપણાં,
આશ્વસન આધારે કહેવાની જિંદગી અમારે.

સુખના દિવસો ગણવાને ડાયરી કરગ્રહી,
કોરાં પાનાં એમાં નિરખવાની જિંદગી અમારે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111784886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now