યુનેસ્કોએ જાહેર કરેલ આંકડા મુજબ ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમ થી કંટાળીને દર વર્ષે દસ લાખ આસપાસ વિદ્યાર્થીઓ વિદેશ સેટલ થવાનાં પાક્કા ઈરાદા સાથે અભ્યાસ અર્થે જાય છે... એક વિદ્યાર્થી નો સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો 25 લાખ ગણો તો આ હજારો કરોડ નો બિઝનેસ છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિદેશ જવાની બાબતમાં 20 થી 30% નો સરેરાશ ઉછાળો આવ્યો છે તેની પાછળ ક્યાં પરિબળો જવાબદાર છે તે ચર્ચાનો વિષય છે. બહુ મોટી સંખ્યામાં બ્રેઈન વિદેશ માં ટ્રાન્સફર થઈ રહ્યું છે તેની કોઈને ચિંતા નથી.. ખરેખર આ પ્રશ્ન દેશની સંસદ અને વિધાનસભાઓમાં ચર્ચાવો જોઈએ કે આ દેશનાં પ્રતિભાશાળી યુવાનો આ દેશમાં શાં માટે રહેવા ઈચ્છતા નથી ??? પરંતું સંસદ અને વિધાનસભાઓમાં બિરાજતા માનનીય અભણ કક્ષાનાં મહાનુભાવો માટે એ અગત્યની બાબત ન હોય તે સમજી શકાય છે. વિશ્વ ગુરુની ફાંકા ફોજદારી ઠોકવાથી અને Wtsap યુનિ. માં ભ્રમણાઓ ફેલાવવાથી ખરેખર દેશ મહાન બની જતો નથી એ વરવી વાસ્તવિકતા છે. ભારતની મૂડી મોટા પ્રમાણમા અભ્યાસ નાં નામ પર વિદેશોમાં ઠલવાઈ રહી છે અને વિદેશોની યુનિ. ઓ ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ આ અબજોના ટર્ન ઓવર માટે પાથરે છે એ હકિકત છે. ભારતીય વિદ્યાર્થીઓ ને પણ નહિવત ભ્રષ્ટાચાર અને નહિવત ગુનાખોરી ધરાવતાં તેમજ કોમવાદ કે જાતિવાદ ની માનસિકતા થી ઉપર ઉઠીને માણસ ને માત્ર માણસ તરીકે ટ્રીટ કરતાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવાં દેશ આકર્ષી રહ્યાં છે. પ્રતિભાશાળી અને તાર્કિક યુવાનો ને આ દેશમાં પોતાનું ભવિષ્ય દેખાતું નથી એ હકિકત છે જેનો ઇનકાર થઈ શકે તેમ નથી... ટીવી ચેનલો એ મંદિર મસ્જિદ નાં મુદ્દા છોડી ને ખરેખર દેશને ભવિષ્યમાં બુદ્ધિધન થી વંચિત કરી દેનારા વિષય પર કામ કરવું જોઈએ પરંતું તે નહી કરે કારણકે લોકો જાગૃત થઈ જાય તો પછી તેમના આકાઓની ઘેટાશાહી થોડી ચાલે ???
-મહેશ ઠાકર