Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીત્યાં વર્ષ ત્રીસ સ્મૃતિઓ કરું પરત પરત.
ગયો સમય પણ ઝડપી સ્મરું તરત તરત.

સ્નેહસંબંધે બંધાયાં સાથી એકમેક ઊભય,
શરૂશરૂમાં હતો કેટકેટલો ધરું હરખ હરખ.

મળ્યું મબલખ તારા સંગે ઓ જીવનસંગિની,
હતું વાતાવરણ એટલું હર્યુંભર્યું વરત વરત.

હમસફરને હમરાહી હમદર્દ બનીને જીવતાં,
સોટચ સોનું જાણે કે ના એ થયું વરખ વરખ.

સુખદુઃખમાં સાથ નિભાવ્યો પરસ્પર ધૈર્યથી,
અર્ધાંગિની તેં અર્પ્યું છે કેટકેટલું પરખ પરખ.

ના પરિણમ્યા મતભેદ કદીએ મનભેદ સ્તરે,
સંતોષરેખા મુજ ચહેરે નિહાળું મરક મરક.

દેજે ઈશ આ ભાર્યા મુજને જન્મોજનમ તું,
એમાં ના બાંધછોડ કે સ્વીકારું શરત શરત.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111783993
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now