આ સુંદર નયન જુવો કેવા કામણ કરે
નજર મ્હારી સદા એ નયન પર જ ઠરે
શું અધ્યાત્મ, ફીલસૂફી, વૈરાગ જરૂરી?
મન મ્હારું તરસ્યુ સૌંદર્યની કવિતા કરે
જગતની જંજાળમાં કેટલું અટવાવું હજી
મન હજી કોઈ ખુબસુરત ફૂલ પર ઠરે
તપ્યો છું ખુબ હું સંતાપની સગડીમાં
મળે ઝુલ્ફોની છાંય તો જીવ મ્હારો ઠરે
ભરી છે કોમળતા ઋજુ હૃદયમાં 'બકુલ'
'કલ્પના'ની યાદમાં જીવનના પર્ણો ખરે
-બકુલની કલમે.. ✍️
ગઝલ
5 th Feb 2022
07.40