તું સમજાવે તો જ સમજાય પ્રભુ...
તારા વગર ક્યાં કશું જ થાય પ્રભુ...
ઘણું બધું આપ્યું,ને ઘણું બધું લીધું...
જીવવા માટે જાણે સઘળું જ આપ્યું...
કે પછી બધું આપી ને તે માપ્યું..
થોડી તો વધારે સમજ આપ પ્રભુ...
તારા વગર ક્યાં કશું જ થાય પ્રભુ...
ઠેર ઠેર ઉપદેશો ને સમજ જ વહેચાય...
તોય જો ને બધા જ્યાં ત્યાં જ અટવાય...
બધાં ની વાતો ખાલી ઉપર થી જ સમજાય..
પણ,અંતર શું બોલે કઈ જ ના સંભળાય...
તું જોડે સાદ પુરાય ને પ્રભુ...
તારા વગર ક્યાં કશું જ થાય પ્રભુ...
તું સમજાવે તો જ સમજાય પ્રભુ....
-Tru...