“આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખૂલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોતું.
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યું :
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?
.
– સુરેશ દલાલ”

Gujarati Poem by Umakant : 111783090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now