Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિભા રંગે શ્યામ, મોટી મોટી આંખો નાક નકશો પણ સરસ પણ બસ તેનો આ રંગ ઘણાને ન ગમતો ભણી ગણીને તે પોતાની રીતે પગભર પણ થઈ ગઈ પણ સગપણમાં તેના રંગ હંમેશા તેને અપરાધની ભાવના મેહસૂસ કરાવવા લાગ્યો એક સમયે તો વિભાએ કંટાળી થાકીને નક્કી કરી નાખ્યું કે લગ્ન વિશે હવે તે ક્યારેય વિચારશે પણ નહીં અને ઘરના ઓને પણ તેણે વિશ્વાસમાં લઈ લીધા કે મારે આજીવન લગ્ન જ કરવા નથી મને આ રોજનો તમાસો નો ગમે મને જોવાનું ગોઠવવું છોકરાઓ માટે એટલા ખર્ચા કરવા નાસ્તો તૈયારીઓ અને છેલ્લે બસ એ જ એમનું વર્તન કે છોકરી સહેજ રંગે શ્યામ છે એટલે...
આ એટલે એટલું બધું વિભા પર હાવી થઈ ગયું કે તેણે પોતાનું સમગ્ર ધ્યાન પોતાના કારકિર્દી ઉપર જ કેન્દ્રિત કર્યું અને વિભા ખૂબ સારી ઊંચી પોસ્ટ પર સરકારી નોકરી એ પણ લાગી ગઈ તેમ છતાં પણ સગપણ માટે ઘણી ખરી જગ્યાએથી વાત થાય અને બસ આ વાન ના લીધે તેની વાત અટકી જાય
પણ વિભાનો સ્વભાવ તેના સહ કર્મચારીઓ પર ખૂબ અસર કરી ગયો તેનો મમતાળુ સ્વભાવ બીજાઓ માટે હંમેશા કાળજી અને આ સ્વભાવના સ્વરૂપે જ તેનાથી ઉપરી અધિકારીને આ વાતની જાણ થઈ જે તેની સમોવડી ઉંમરના જ હશે અને તેની નિર્ધારિત કર્યું કે હું લગ્ન કરીશ તો આ કન્યા સાથે જ અને વિભાને દેખાવમાં ખુબ સુંદર ભણેલ ગણેલ તેમજ ઉચ્ચ અધિકારી નું માગુ આવવાથી બધાની એટલે કે સગા વ્હાલાઓના મોઢા તો ખુલ્લા જ રહી ગયા કે આવી રંગે શ્યામ છોકરીને આટલું સરસ પાત્ર મળી ગયું બધાના મગજ બહેર મારી ગયા.
વિભા ના જીવનસાથી વૈભવે વિભા નો સ્વભાવ જોઇ અને તેની સાથે સગપણ કરવાનું વિચાર્યું હતું વૈભવ માનતો હતો કે બાહ્ય સૌંદર્ય કરતા આંતરિક સૌંદર્ય ખૂબ જ મહત્વનું છે લોકો ખોટા રુપ ની પાછળ આંધળી દોટ મૂકે છે અને પછી પસ્તાય છે માણસનો  સ્વભાવ જ તેનું સાચું સૌંદર્ય છે. જય દ્વારકાધીશ 🙏🏻

Gujarati Story by Bindu : 111783070
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now