Gujarati Quote in Poem by SUNIL ANJARIA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રિયતમની રાહ જોતી સ્ત્રીની મનોસ્થિતિની રોમેન્ટિક રજુઆત. કાવ્ય
જોઉં વાટડી વાલમની
------------
જોઉં વાટડી વાલમની

ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની
ઘરમાં ફરું ફુદડી જોતી રાહ વાલમની

દૂરથી આવે દૂરથી આવે
આવ્યાના મને ભણકારા વાગે
જાગતી જોઉં સપની મારા વાલમની

ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની

આ સાંભળું આવે પગરવ એનો
ચડતો મેડી ધમધમાવતો જેનો

જોરુકો તે રવ આવ્યો કાને
તલસું હું એને ભેટવા સામે

ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની

ઝમઝમ મારું ઝાંઝર ઝમકાવું
ફરફર ફરકાવું ગવન ઉડાડું

ખણખણ બંગડીઓ આ રણકાવું
દલડું ધબકે તનડું ફરકે મીચું આંખલડી
ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની.

વાલમ મારો ચાલી આવશે સામે
પકડી કમર ઝાલી રાખશે આમે

જોઉં હું તો અરીસામાં અમને
મનડું નાચે તનડું રાચે જાગતાં શમણે

ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની.

કરશું બેસી ઢોલિયે મીઠી વાતલડી
પૂરો દહાડો લાંબી મારી રાતલડી

સાંભળીશ ધીમા બોલ એના શ્વાસોના
પૂરાં તનડે બોલ બોલીશ મારી વાતોના

આ ઉંબરે દેતો વાલમ હસી વ્હાલપની
વિટું હાથ ગળે ને પુરી વાટડી વાલમની
-સુનીલ અંજારીયા

Gujarati Poem by SUNIL ANJARIA : 111782617
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now