હું કરવા માગું છું સાધના તારા પ્રેમની એક સાધક બનીને ,
તારા સિવાય જીવનમાં મને હવે કયાં બીજી મોહ માયા છે જો....
હું કરવા માગું છું સાધના તારા સાથની એક ચાહક બનીને,
તારા સંગાથ જેવી જીવનમાં મને હવે કયાં બીજી ચાહના છે જો....
હું કરવા માગું છું સાધના તારા વિશ્વાસની એક યાચક બનીને,
તારા ભરોસા જેવી જીવનમાં મને હવે કયાં બીજી આશા છે જો....
હું કરવા માગું છું સાધના તારા સલામતીની એક સહાયક બનીને,
તારા સ્વાસ્થ્ય સિવાય જીવનમાં મને હવે ક્યાં બીજી ખેવના છે જો...
હું કરવા માગું છું સાધના તારા ભવિષ્યની એક ચાતક બનીને,
તારા ખુશહાલી સિવાય જીવનમાં મને હવે કયાં બીજી માનતા છે જો...
હું કરવા માગું છું સાધના તારા આત્માની એક ઉપાસક બનીને,
તારા નિસ્વાર્થ પ્રેમ જેવી જીવનમાં મને હવે કયાં બીજી પ્રાર્થના છે જો.....
-Bhargav Jagad