#ટોપિકઓફધડે
"WOW! સિગ્નલ"
૧૫ ઓગસ્ટ ૧૯૭૭ના રોજ 'Ohio State University' ધ્વારા સંચાલિત 'Big Ear Radio Telescope' ધ્વારા એક રહસ્યમય સિગ્નલ ડિટેકટ કરવામાં આવ્યુ જે ૭૨ સેકન્ડ્સ સુધી જોવા મળ્યુ હતું! આ રહસ્યમય સિગ્નલ ૨૦૦ પ્રકાશ વર્ષ દૂર Sagittarius Constilation (ધનુ નક્ષત્ર) માંથી આવ્યુ હતું!
આ સિગ્નલને ખગોળ વિજ્ઞાની 'જેરી એહમન' ધ્વારા ડિકોડ કરવામાં આવ્યું અને આશ્ચર્ય સાથે તેઓએ સિગ્નલને ડિકોડ કરી એક ખાસ કોડ "6EQUJ5" ઉપર રાઉન્ડ કરી તેને "WOW!" નામ આપ્યું!
આ સિગ્નલ મળ્યા બાદ તેના ઉપર ઘણી ચર્ચા થઈ હતી અને કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું હતું અને ઘણાં લોકોનું પણ માનવુ હતું કે આ સિગ્નલ કોઈ એલિયન સંસ્કૃતિ ધ્વારા મોકલવામાં આવ્યુ હોઈ શકે છે!
પરંતુ ૪૦ વર્ષ બાદ ૨૦૧૭માં "એંટોનિયો પેરિસ" અને તેમની ટીમ ધ્વારા એક રિસર્ચ પેપર વોશિંગ્ટન એકેડેમી ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું આ રિસર્ચ પેપરમાં "WOW!" સિગ્નલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ સિગ્નલ કોઈ એલિયન સંસ્કૃતિ ધ્વારા મોકલવામાં નથી આવ્યા પરંતુ કોઈ ધૂમકેતુ માંથી આવ્યા હતાં!
નવેમ્બર ૨૦૧૬થી ફેબ્રુઆરી ૨૦૧૭ વચ્ચે
"266P/Christensen" અને "335P/Gibbs" નામના બે ધૂમકેતુઓ(Comets)નો અભ્યાસ કરવાની તક વૈજ્ઞાનિકોને મળી જેમાંથી "WOW!" જેટલી જ ફ્રિકવન્સી(આવૃત્તિ) ના સિગ્નલ ડિટેકટ થયા હતા આ સિગ્નલ્સની ફ્રિકવન્સી ૧૪૨૦ મેગાહર્ટઝ હતી જે હાઈડ્રોજન ગેસના ઉત્સર્જનની આવૃત્તિ જેટલી હતી! આ સિગ્નલ્સ ધૂમકેતુની આસપાસ રહેલાં હાઈડ્રોજન ગેસના વાદળો માંથી આવી રહ્યા હતા!
-નીલકંઠ