Gujarati Quote in Funny by Jatin Bhatt... NIJ

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયા માં પ્રથમ વખત રોબોટે માણસ ની મદદ વગર ભૂંડ ની લેપ્રોસ્કોપી સર્જરી કરી_ સમાચાર

એ જ રોબોટ ને ભારત લાવવામાં આવ્યો, જોવા માટે કે રોબોટ કેવી રીતે ઓપરેશન કરે છે,
હવે અહીં આપણા ભારત માં એણે સર્જરી ચાલુ કરી,
પહેલા સર્જરી કરી ગાય ની ,
એટલુ બધું પ્લાસ્ટીક નીકળ્યું કે ના પૂછો વાત, જોઈને રોબોટ જ આઘાત માં આવી ગયો, પાછું એના માંથી અવાજ પણ આવ્યો કે આવું પ્લાસ્ટિક વાળું દૂધ પીવાય? કેન્સર થાય કેન્સર, અરરર...., ડચ....ડચ ....ડચ....

ત્યાર પછી બીજા બધા પ્રાણીઓ પર પણ સર્જરી કરી, જેમકે વહેલ માછલી માંથી નાની નાની માછલીઓ કાઢી, અજગર ના પેટ માંથી બિલાડી કાઢી, વગેરે વગેરે,...
હવે પ્રાણીઓ પર સર્જરી સક્સેસ ગઈ એટલે વારો આવ્યો મનુષ્યો નો...

પહેલા વારો આવ્યો પુરુષ નો, હશે કઈં ૫૦_૬૦ વરસ નો,
એનું મગજ નું ઓપરેશન કર્યુ અને પછી અચાનક પોતાનું જ માથું ખંજવાળવા માંડ્યો,
એટલે એને સાંકેતિક ભાષા માં સાયન્ટિસ્ટે પૂછ્યું કે શું થયું? કેમ માથું ખંજવાળે છે, તો રોબોટ માંથી અવાજ આવ્યો,
:મેરીડ છે?'
' હા, પણ તને ક્યાંથી ખબર?'
' બહુ વપરાયું નથી એટલે ખબર પડી'
😄😄😄😄😄😄
પછી વારો આવ્યો એક બેન નો
ઓપરેશન થિયટરમાં બહુ વાર લાગી એટલે સાયન્ટિસ્ટ અંદર જોવા ગયો તો પેલો રોબોટ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ,...... સો સુધી અને પછી ક, ખ, ગ, ઘ... આખ્ખો કક્કો, પછી એબીસીડી, આવું વારાફરતી બોલતો હતો, એને અટકાવીને ને પૂછયું તો કહે,
'આ ટીચર છે?'
' હા, તને કેવી રીતે ખબર પડી?'
' એણે મને ઓર્ડર કર્યો કે પહેલા આટલું પાંચ પાંચ વખત બોલી બતાવ, પછી જ ઓપરેશન કરજે'...
😄😄😄😄😄😄😄😄
પછી વારો આવ્યો એક પાંચ થી છ વરસ ના બાળક નો, એમ કશું હતું નઇ, એને ખાલી પગે થોડું વાગ્યું હતું તો ડ્રેસિંગ માટે ઓપરેશન થિયટરમાં લઈ ગયા, ઓફકોર્સ એને પટાવી ને જ સ્તો, પપ્પા મમ્મી તો બહાર ઊભા રહ્યા હતા, ખાલી દશ જ મિનિટ નું કામ હતું,
પણ દશ મિનિટ, પંદર મિનિટ, અડધો કલાક, કલાક,
બધા ગભરાઈ ને ઓપરેશન થિયટરમાં ધસી ગયા તો જોયુ તો રોબોટ; પોતેજ વેરવિખેર હાલત માં , ને ખાલી બોલતી સર્કિટ બરાબર હતી ને એમાંથી અવાજ આવ્યો;
' ગુજરાતી બાળક છે ને, બહુ મોટો એન્જિનિયર થશે,
એણે મારું જ ઓપરેશન કરી નાખ્યું,
ખટ, ખટ, ખટ, ખટ, ખર ર ર ર ર.. ખટ, ખટ, ખટ'.....
😄😄😄😄😄😄😄😄😄😄😄😄

.
.
.
.

.

જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111781470
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now