પપ્પા,.....
હ્રદય ના ઘા થી વહેતું લોહી,પપ્પા કોઈક ચોર ખીસ્સા માં છુપાવે છે,
પીડા નું વહેતું આંસુ , પાંપણો ની પાછળ કોઈક પર્શ માં છુપાવે છે.
સ્નેહ,પ્રેમ,લાગણી ના વેપાર નો નફો સદા મમ્મી ખાતે રાખે છે.
ખુદ ની તિજોરી સદા ખાલી રાખે છે.
પાયા નો પથ્થર છે છત્તા ઇમારત માં ખુદ ને નીચે દેખાડે છે,
ચહેરા પર મેક અપ નથી અને પોતાનું સૌદર્ય છુપાવે છે.
સ્તુતિ,સ્તવન,પ્રાર્થના ની ના તેને કોઈ જરૂર
છે,
કેસર,ચંદન કે ફુલ તેના ચરણ માં કોણે મૂક્યા છે?
યુદ્ધ ના ઘા એમના કોણે ગણ્યા છે?
ફક્ત સફળતા ના હિસાબ બધા એ રાખ્યા છે.
એ જીંદગી ના મજૂર છે જે ઘર ના દરવાજે સૂતા છે,
દુઃખ ન આવી શકે અને સુખ ન બહાર જઈ શકે.એવા રખવાલા છે.
જયવંતભાઇ બગડીયા / કવિરાજ