મારા મતે માનવ શરીરમાં આટલા અંગોમાં એક શ્રેષ્ઠ અંગ છે હૃદય .હૃદય એવું માનવનું અવયવ છે કે જે કદાચ આપણને સંવેદનાઓને સમજતા શીખવે છે .આમ તો મગજ શરીરનું મુખ્ય કાર્યાલય છે તેને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ કહી શકાય પણ હકીકતમાં તો હૃદય જ એક એવું અવયવ છે કે જે આપણને ગમતા લોકો માટે કૂણી લાગણી અનુભવવા માં મદદરૂપ થાય છે આપણને હ્દય જ આવું મહેસૂસ કરાવે છે કે આપણે ઘણી વખત હતાશા કે નિરાશામાં હોઈએ તો હૃદય પણ જાણે રડી પડે છે એ કદાચ લાગણીશીલ વ્યક્તિ જ સમજી શકતું હશે માટે ઘણી ખરી વાર કહી શકાય કે મગજ ચતુરાઈ તો કરી બેસે પણ હૃદયનો તો માફ કરતા અને સમર્પણ કરતાં જ આવડે છે માત્ર અને માત્ર હૃદય જ એ કરી શકે છે અને માનવીનું હૃદય એવું સંવેદનશીલ અંગ છે જો તેને હાનિ પહોંચે તો કદાચ આપણે માનસિક સમતુલા ગુમાવી બેસીએ છીએ હ્દય ખૂબ જ અગત્યનું અંગ છે ઘણી વખત આપણે આપણા હૃદયથી મજબૂત બનવું પડે છે મનથી તો મજબૂત હોઈએ છીએ કારણ કે સંવેદનાઓને મોટાભાગે આપણું હૃદય જ અનુભવે છે મગજ નહીં તો આપણે હૃદયથી વિચારતા વ્યક્તિના મનમાં શું ચાલતું હોય આપણે સારી રીતે જાણી શકીએ છીએ અને હૃદયની ભાષા એ માત્ર આપણી આંખો જ દ્વારા વ્યક્ત થાય છે. પણ ખાસ નોંધ એ બાબતની રાખવી કે મગજ થી ચાલતા વ્યક્તિને હૃદયની ભાષા થી જવાબ ન આપવો. અને જે હ્દય થી ચાલે છે તેમને મગજથી ઉત્તર આપવાનો પ્રયત્ન ન કરવો.કારણ કે મારા મતે હ્દય થી ચાલતા લોકો ખૂબ જૂજ હોય છે અને આવા લોકો ની ઈશ્વર હંમેશા પરીક્ષા તો લે છે પણ તેમાં થી ઊગારનાર પણ ઈશ્વર જ હોય છે... જય દ્વારકાધીશ 🙏🏻
04:05 AM 21/01/22