Gujarati Quote in Motivational by Mittal purohit

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"કજરી"



" શિયાળા ની રાત નો સમય હોવાથી બહાર એક સન્નાટો હતો, લોકો પોતાના ઘરમાં ગોડદા ઓઢી ને ઠંડી સાથે સંતાકૂકડી રમતા હતાં. આજે તો હાડમાંસ ગારી નાખે એવી ઠંડી હતી..ગમે એવા અગત્યના કામો છોડી ને લોકો ઘર ભેગા થઈ ગયા..
કજરી એકલી જ આ ઠંડી સાથે અડીખમ લડી રહી હોય એમ બહાર રસ્તામાં ફાટેલ કપડાં માં ટુટીયુ વાળી પડી રહી હતી..જેમ જેમ રાત પસાર થતી ગઈ એમ જાણે કંજરી હારતી જતી હતી...ઠંડી એની ઉપર હુમલો કરી રહી હતી..રાત નો એક થવા આવ્યો હશે ત્યાં તો કજરી ની નજર દૂર થાંભલા ઉપર પડી, ત્યાં થી કોઈ એને ટગર ટગર જોતું હોય એમ લાગ્યું, એ થોડી ડરી ગઈ પણ કરે શું? જે જગ્યાએ એ સુતી હતી એ ન તો એનું ઘર હતું કે ન એનો બેડરુમ...એ પોતાની જાતને વધુ સંકેલવા લાગી..ત્યાં તો એક ગાડી આવીને રોડ નજીક ઉભી રહી, કજરી વધુ ડરી ગઈ.. મદદ માંગવા વિચારતી જ હતી ત્યાં ગાડીમાં થી એક શૂટ વાળો કોઈ વૃધ્ધ માણસ ઉતર્યો..એણે કજરી ને પોતાની સાથે આવવા ઈશારો કર્યો, કજરી એ ના કહી અને એ ગાડી આગળ વધી....
હજુ પણ પેલો થાંભલા પાસે જ ઉભો હતો..કજરી ને જાણે આ રાત કોઈ દુશ્મન હુમલા જેવી કારમી લાગતી હતી..સમય એનું કામ કરતો હતો, એ જેમ જેમ આગળ વધે એમ કજરી પર આવેલી મુસીબત , ઠંડી અને ડર વધુ ઘેરો બનવા લાગ્યાઓ..કજરી જેમ જેમ પોતાની જાતને સંકેલી લેતી એમ એ આદમી નજીક આવતો ગયો..
એણે વિચાર્યું કે જો આ નજીક આવીને કંઈ કરશે તો પોતે પેલા પથ્થરથી એનું માથું ફોડી નાખશે...ભિખારણ છે તો શું થયું છે તો એક સ્ત્રી જ ને? એનેય સમાજની પ્રતિષ્ઠિત સ્ત્રી ઓની જેમ પોતાના શીલ ની રક્ષા તો કરવી જ પડશે...એમ વિચારી મોટો પથ્થર એણે પોતાની પાસે ખેંચી લીધો... છતાં એને પોતાના અસ્તિત્વ પર એને ધિક્કાર થવા લાગ્યો.. સાથે એને પુરુષ જાતિ ઉપર પણ અણગમો થયો,,સૂટ પહેરીને દિવસે સમાજમાં નામ કમાનારા અમીર પુરષો રાતના અંધારામાં એક ભિખારણ પાસે એની ભૂખ સંતોષવા આવે...છી.... એનાં વિચારોને અચાનક કોઈ ના સ્પર્શે ચમકાવી... એ પેલો થાંભલા પાસે ઉભેલો આદમી જ હતો, એણે દબાવેલા પથ્થર ને ધ્રુજતા હાથે ઉંચો કર્યો ત્યાં જ એનાં અર્ધનગ્ન પગ ને એ આદમી એ એક શાલ ઓઢાડી, કજરી ના હાથમાં રહેલ પથ્થર એણે ધીમેથી નીચે કર્યો અને પેલાં આદમી ને હાથ જોડીને આભાર માને એ પહેલાં જ એ આદમી અંધકાર માં દૂર અદ્રશ્ય થઈ ગયો...
કજરી સમજી ન શકી કે સૂટમાં આવેલ સજ્જન કે જેને એ મવાલી સમજતી એ સજ્જન....

મિત્તલ પુરોહિત (મુસ્કાન)

Gujarati Motivational by Mittal purohit : 111779415
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now