તરસતા નયન રસ્તા પર માંડીને બેઠી એ ડેલીએ,
સાજણ ને જોઈ જેની આંખ જતી છલકાઈ.
પ્રિય પરદેશ ગયેલા એને હજી થયુ એક પખવાડિયો,
તાજા ગુલાબની કળી જેવી જોને વિરહમાં કરમાઈ.
મુખડું મલકાવતી પાછી વળી જતી એ ખોરડે, ને
છાને એકલી જઈ ધ્રુસકે ધ્રુસકે રડતાં સભંળાઈ.
ફરી ફરી ને અંતરમા તારી યાદો કેવી છે ઉભરાઈ,
કહે નર એ ઘડી હજી નથી મારાથી વિસરાઈ.
નારાણજી જાડેજા
નર