આવ ને સખી ધાબે આવ ને સખી ધાબે
ઉડે રંગ બેરંગી પતંગ આસમાને આજે,
આવ ને સખી તુ જોવા ને ધાબે.
ઉડે આજે સપના આપડા આસમાને,
આવને સખી તુ જોવા ને ધાબે.
છોરો ને છોરી આજે બન્ને છે ધાબે,
પ્રેમ નો પંતગ આજે ઉડશે આસમાને,
આવને સખી તુ જોવા ને ધાબે.
વાટ જોઈ હુ તો થાક્યો .
અરમાનો ની દોરી ને પ્રેમ નો પતંગ હુ લાવ્યો
આવને સખી તુ જોવા ને ધાબે.
મૃદુલ મન આજે ચગયુ આસમાને ,
પેચ લડાવી તારી આંખો થી તરસયુ આજે.
આવને સખી તુ જોવા ને ધાબે.
કપાય જો મારા દિલ ની પતંગ આજે,
થામી લેજે તારે હાથે.
આવને સખી તુ જોવા ને ધાબે.
મૃદુલ શુકલ (મૃદુલ મન)