ક્યારેક એવું લાગે પતંગ સમાન બન્યું છે મારુ જીવન,
તારી લાગણીરૂપી દોરથી ઉંચે ચગ્યું છે મારુ જીવન;
ક્યારેક સંસારિક સબંધો પેચ લગાવી ડગાવે છે મારુ જીવન,
તારી સાથરૂપી ઢીલ આપવી એ ટકાવે છે મારુ જીવન;
ક્યારેક અતિરેક વિચારોનો પવન ઝુકાવે છે મારુ જીવન,
તારી મસ્ત માંજો પાએલ દોર જિતાવે છે મારુ જીવન;
ક્યારેક વિચારું પતંગ અને દોર સમાન સહિયારું તારું મારુ જીવન,
દોસ્ત! તારી સાથે હંમેશા સંકળાયેલ રહે એવું ઈચ્છું મારુ જીવન.
#પતંગ