#પતંગ
ઉડવું છે આકાશ આઝાદી મને તું આપ!
પવન! મારા મન પતંગને દોરી છૂટી આપ.
તારી મજબૂત દોરીએ મને તું પકડી રાખ !
કોઈ "કાપ્યો છે"બૂમ પાડે તો ના બીક રાખ.
તારે ભરોંસે ઊંડું છું.તારે ભરોંસે કિકયારી!
તું છોડી દઈશ મને તો તૂટી-ફાટી જશે યારી !
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )