નયનના પલકારે હરિ મને સાંભરે રે.
હૃદયના ધબકારે હરિ મને સાંભરે રે.
હું તો ભૂલી શાનભાન હરિના હેતમાં,
શ્વાસોશ્વાસ પોકારે હરિ મને સાંભરે રે.
મન હરાયું મારું માધવમાં કૈં ના સૂઝે,
મનના પ્રતિ વિચારે હરિ મને સાંભરે રે.
ઝંખના જગત્પતિની વધતી જાતીને,
જિહ્વાના ઉચ્ચારે હરિ મને સાંભરે રે
વધતી જાય બેચેની એના વિયોગમાં,
નૈનની એ અશ્રુધારે હરિ મને સાંભરે રે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.