સજ્જન બનવું સરળ નથી
કેટલું જતું કરવું પડે છે
કેટલાય દુર્જન લોકોનો સામનો કરવો પડે છે
કેટલી પીડાઓ યાતનાઓ ભોગવવી પડે છે
સજ્જન બનવું સરળ નથી...
સજ્જન હોવાનો દેખાવ તો સૌ કોઈ કરી શકે છે
પણ તમારા વ્યક્તિત્વમાં તે દુર્જનતા દેખાઈ આવે છે
સજ્જન બનવું સરળ નથી...
કારણકે સજ્જનતા એ તો સંસ્કારોનું સિંચન છે...
અને વળી ઇશ્વરદત્ત છે માટે
એવો ખોટો દંભ કરનાર કે ઢોંગીને
આ સમાજ ઓળખતા વાર નથી લગાડતો
સજ્જન બનવું સરળ નથી... Bindu Anurag
પણ હા સજ્જનને હંમેશા તેની પીઠ પાછળ પણ સન્માન મળે છે
જ્યારે,
દુર્જનો એ તો સન્માન મેળવવા માટે થઈ ખોટા મોહરા પહેરવા પડે છે
સજ્જન બનવું સરળ નથી... જય દ્વારકાધીશ 🙏🙏
07:20 PM 07/01/22
-Bindu _Anurag