જરકલીયુ સદ કરે ને કંયે સવાર,
પંખીડા ચે આવી નવી પ્રભાત આય.
કુંડાળો કરી ભેગાં વેઠા અઈ જેણા ચાર,
ને ચોલ તે તપેલીમે ચડઈ આય ચાય.
શિયારે જે સને તપ તે તપેતા બાર,
ને વથાણ મેં વેને પેયુ મતારીયુ ગાય.
દહી કે વલોણે ને કરીયે પેયુ વિચાર,
તે વેચ કાનુડો અચી ને મખણ ખાય.
નર ચે શેર મે ઉગધે ને કમ જી હણમાર,
ગામડે જેડી હેતે પ્રફુલ્લિત સવાર નાય
નારાણજી જાડેજા
નર