~~~• મનડાંની વાત •~~~
એવું તે શું થયું કે તે આ દુનિયા જ છોડી દીધી.
તારાં મનડાંની વાત અમને કેમ નવ કીધી.
જાણું હું કે, તે દુઃખની ઝેરશીશીને હતી પીધી.
પણ તું જાણે છે, દુનિયાની ગજબની રીતિ.
પરીક્ષાની હતી ચિંતા, કે જીવનની હતી ભીતિ.
ડરવાની શી જરૂર હતી, જો સાચી હતી નીતિ.
જો હોત સ્વજનોનો સાથ, તો દુનિયા લઉં જીતી.
પણ હવે સ્વજનોએ ન બોલવાની બાધા લીધી.
યાદ આવે છે એ દિવસ, જ્યારે માણી'તી ચા મીઠી.
નદી કાંઠે બેઠાં બેઠાં, કલાકો ગયાં હતાં વીતી.
રાત થવાં આવી હતી, મેં નભમાં ચાંદની દીઠી.
કહ્યું, 'હવે જઇએ, નહિતર રાત જશે વીતી.
એકવાર કીધું તો હોત, કે શું તારા પર વિતી.
'કેવલ', થવાનું થઈ ગયું! અખંડ હશે પ્રીતિ.
-Keval Makvana