જેમ ચંદ્ર અધુરો છે આ ચાંદની વિના,
તેમ હું અધુરો છું તારા પ્રેમ વિના....
જેમ સૂર્ય અધુરો છે આ પ્રકાશ વિના,
તેમ હું અધુરો છું તારા સાથ વિના....
જેમ પૃથ્વી અધુરી છે આ જીવસૃષ્ટિ વિના,
તેમ હું અધુરો છું તારા અહેસાસ વિના....
જેમ ચિત્ર અધુરું લાગે છે આ રંગો વિના,
તેમ હું અધુરો છું તારા ખટ્ટી મીઠી તકરાર વિના...
જેમ સાગર અધુરો છે આ લહેર વિના,
તેમ હું અધુરો છું તારા ગુસ્સો વિના....
જેમ દિપક અધુરો છે આ દિવેટ વિના,
તેમ હું અધુરો છું તારા વિશ્વાસ વિના...
જેમ શાયરી અધુરી લાગે છે શબ્દો વિના,
તેમ મારી જિંદગી અધુરી છે તારી યાદો વિના...
-Bhargav Jagad