તારી ઊંચાઈને ક્યારેય માપી ના શકું.
માનું ૠણ ક્યારેય હું ચૂકવી ના શકું.
ઈશ્વર પહેલાં સ્થાન છે માનું સદાય,
પ્રભુને પહેલો નંબર હું આપી ના શકું.
જેનો નિસ્વાર્થ પ્રેમ દેવોને ઈશ ઝંખે,
ત્યજી માને પરમેશને હું જાપી ના શકું.
અલંકારે છે એ અનન્વય નહીં ઉપમા,
એનાં સ્થાને કોઈને હું સ્થાપી ના શકું.
ગયા પછી દેજે સ્થાન એવું તું ઈશ્વર,
મા વિનાનાં સુખ સ્વર્ગનાં માણી ના શકું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.