મારા અંતરને અજવાળો ઘનશ્યામ પ્રભુ.
પાતક જન્મોજનમનાં બાળો ઘનશ્યામ પ્રભુ.
શરણે આવ્યો જીવ તમારે દીન બની આજે,
એની વિષયવાસનાને ટાળો ઘનશ્યામ પ્રભુ.
કરી કરુણા સહજ આનંદ પ્રસરાવો તમે,
ઉઠતા અહમને ઓગાળો ઘનશ્યામ પ્રભુ.
અભિલાષી હું અક્ષરધામનો દયાનિધિ પ્રભુ,
બુઝાવો માયા અગનઝાળો ઘનશ્યામ પ્રભુ.
અંતર આચ્છાદિત તવ સ્મરણે સ્વામિ સદા,
જીવને ભક્તિ માર્ગમાં વાળો ઘનશ્યામ પ્રભુ.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.