મારા ઉર તણા ધબકારે વસો શ્રીજી તમે.
મારા નયન તણા પલકારે વસો શ્રીજી તમે.
શરણાગત છું આજે હું તો સહજાનંદજી,
મારા હર શબ્દના ઉચ્ચારે વસો શ્રીજી તમે.
ઘનરાત જેવા જીવનમાં ઘનશ્યામ આવો,
મારા મનમર્કટના વિચારે વસો શ્રીજી તમે.
તરસે ઉર મારું તવ દર્શન અલૌકિક કાજે,
મારા સમર્પણના આધારે વસો શ્રીજી તમે.
નયન તરસે, અંતર વરસે, ગાત્રો પુલકિત,
રોમેરોમે નારાયણ આકારે વસો શ્રીજી તમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.