કહ્યું એણે તું નકલી આંસુ વહાવે છે!
એકવાર આમ આંસુ વહાવી તો જો!
કહ્યું એણે તું લાગણીઓમાં છેતરે છે!
એકવાર લાગણીઓ તું બતાવી તો જો!
કહ્યું એણે તું ઠાલા સપનાં સજાવે છે!
એકવાર આવા સપનાં સજાવી તો જો!
કહ્યું એણે તું મને પ્રેમમાં રમત રમાડે છે!
એકવાર આવી રમત તું રમાડી તો જો!
કહ્યું એણે તું ખોટી વાતો મારી ગમાડે છે!
એકવાર આવું કોઈ માટે તું કરી તો જો!
કહ્યું એણે તું નકલી આંસુ વહાવે છે!
એકવાર આમ આંસુ વહાવી તો જો!
-जिद्दी बालक... જિદ્દી બાળક...