આજના બાળકનું બાળપણ ખોવાઈ રહ્યું છે.બાળપણ બહારની રમતોથી દૂર થયું છે. કેમ ખબર છે ! મુખ્ય કારણ મોબાઈલ અને દેશમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ આ બંનેની અસર બાળકના કુમળા મન પર પડી રહી છે.બાળકને જો મોબાઈલની દુનિયામાંથી બહાર નહિ નીકળે તો "એકદિવસ બાળકોમાં વિચારશક્તિ અલિપ્ત થઈ જતા વાર નહિ લાગે"
બાળકોની જીંદગી એક સમસ્યા જનક પડકાર બની ગઈ છે .નાના બાળકોની સ્કૂલ બંધ છે એટલે મિત્રોથી દૂર એવા બાળકોની મનોસ્થિતિ કથળી ગઈ છે .હાલમાં માતા - પિતાએ એક દોસ્ત બની બાળકો સાથે અમુક પળો ગુજારવી જોઈએ.બાળકોને ગમતી રમતો રમવી જોઈએ.તેમને સમજવાની કોશિશ કરવી .શિક્ષકો માટે એક પડકાર બનશે.જ્યારે નાના બાળકો સ્કૂલમાં આવશે!
મોબાઈલમાં ઓનલાઇન શિક્ષણથી ટેવાયેલા બાળકોને પ્રત્યક્ષ શિક્ષણમાં રસ લેતા કરવા એ શિક્ષક તરીકે એક સમસ્યા બનશે.
બાળકો એક બગીચાના ફૂલ છે.તેમને ખીલતા રાખવા અને ખુશ રાખવા આપણી ફરજ છે.તેમને મોબાઇલનું વ્યસન છે.એને ધીમે , ધીમે છોડી શકે તેવા પ્રયાસ કરવા.
"બાળક ઈશ્ર્વરની એક પ્રસાદ છે."
"બાળક એક ખીલતું ગુલાબ છે."
ભાનુબેન બી પ્રજાપતિ"સરિતા"
વડસ્મા