કર્મ તારું જ, તુજનું ભાગ્ય,
કરે તેવું પામ, તુજનું સદ્દભાગ્ય,
પામ્યું છે જે, તુજનું અહોભાગ્ય,
બને કર્મ જ તુજનું દુર્ભાગ્ય,
કર્મકાંડ ન બદલે, તુજનું ભાગ્ય,
સ્વીકારી થા ખુશ, તુજનું ભાગ્ય,
દોસ્ત! સ્વર્ગ-નર્ક અહીં જ છે,
સતકર્મ બને જ, તુજનું ભાગ્ય.
-Falguni Dost