તારી જરૂર હતી ત્યારે જ તું ચાલી ગઈ હતી
_______________________________
જ્યારે ફૂલો મહેકતા હતા ત્યારે સુગંધ માણવા નો સમય ન હતો, ફરજ ની દોડ માં દોડતા રહયા ને અચાનક તું ચાલી ગઈ હતી.
છાયા - પડછાયા જીન્દગી ના કદી કોઈ ની સાથે રહ્યા નથી, પાછળ ફરી ને જોયું તો છાયા તારી રહી ગઈ હતી, અને તું ચાલી ગઈ હતી.
જીન્દગી નો ઉચ્છવાસ કાઢી , હુ ઇચ્છતો હતો કે શ્વાસ માં તુજ ને ભરી લઉં, શ્વાસ લેવા ગયો તો ખબર પડી કે તું ચાલી ગઈ હતી.
દર્દ જીન્દગી ના ખરીદી હું સુખ ની બચત કરતો રહ્યો, ખુશી માણવા ગયો ને તું ચાલી ગઈ હતી.
જીન્દગી ના છેલ્લા કદમ તુજ હાથ પકડી ચાલવું હતું, પણ મુજ ઘડપણ ની લાકડી પણ તૂટી ગઈ અને તું ચાલી ગઈ હતી.
જ્યારે જરૂર હતી ત્યારે જ તું ચાલી ગઈ હતી.
જયવંત બગડીયા/ કવિરાજ