હે જીભ તું શરીરનું કેવું અંગ છે?
તું હસાવે તું રડાવે,
ક્યારેક વધારે બોલાવે તો,
ક્યારેક મોન રખાવે છે તું ,
હે જીભ તું શરીરનું.....(1)
આજે તે જ ભારતના પ્રધાનમંત્રી ને બનાવ્યો છે
ને તે જ મણિશંકર અયર ને ઘર ભેગો કર્યો છે,
તું જ પાપ કરાવે અને તું જ પુણ્ય કરાવે
હે જીભ............(2)
તુ જ છે, મેળાપ ને તું જ છે, ભંગાણ
તે જ દરેક પતિને પત્ની અને પત્નીને પતિ સાથે પણ સંગાથ કરાવ્યો છે,પણ તે જ છૂટાછેડા પણ અપાવ્યા છે.
હે જીભ..............(3)
દરેક સમયે વિચારીને બોલવું જોઈએ . શબ્દ શબ્દ નું મૂલ્ય છે. કેટલાક શબ્દ એવા હોય છે, કે જે પ્રેમમાં પાડે છે ને કેટલાક શબ્દ ઝઘડો કરાવે છે.
કયા સમયે કેટલું બોલવું,શું બોલવું તેનો જો જાણ થઈ જાય તો તમારો બેડો પાર થઈ ગયો સમજો.
ક્યારેક વધારે બોલાઈ જાય તો એ જ જીભ વડે માફી માંગી લેવી જોઇએ એ જ તમારું સમાધાન કરાવી દેશે.
બોલે એના બોર વેચાય ક્યારેક આપણે બોલવાનું સ્થાન હોય ત્યાં બોલી શકતા નથી. કેટલાક પોતાનો હક માંગતા અચકાય છે,તો આવા સમયે બોર વેચાતા નથી.
-Kevin changani