ખુશી અહીં જથ્થાબંધ મળે છે.
સ્ટોક અહીં તરતજ વહેંચાઈ જાય છે.
હું કોઈને છેતરતો નથી.
જે છું તે જ રહું છું.
ઉધારી કોઈની રાખતો નથી.
કોઈનો લેણિયાત હું નથી.
કોઈ મારી સારી નરસી ટિક્કા ટિપ્પણી કરે તો ડરતો નથી.ભગવાન સિવાય કોઈની બીક નથી.
હું કોઈને નડતો નથી.તો કોઈ મને નડતુ નથી.
ઘણા મિત્રો છે,મને બધાજ મિત્રો ગમે છે. કોઈ મને ગમાડે ના ગમાડે મને કોઈ ફરક પડતો નથી.હું સુખી છું, મારો પરિવાર સુખી છે.
માટે સૌને નવા વરસના હ્રદયના
ઉમળકે અભિનંદન નમસ્કાર રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી.
- સવદાનજી મકવાણા