ક્યારેક વ્યક્તિ કરતાં એ રસ્તાઓ,એ જગ્યાઓ બહુ યાદ આવે છે,
જ્યાં આપણે સમય પસાર કર્યો હોય છે,
જે રસ્તો લઈને આપણે એમના સુધી પહોંચ્યા હોઈએ છીએ,
ક્યારેક વ્યક્તિ કરતાં એ કેફે,એ માહોલ બહુ યાદ આવે છે,
જ્યાં બેસીને આપણે કોફી પીધી હોય, ખડખડાટ હસ્યા હોઈએ,
ક્યારેક આપણને એ વ્યક્તિથી નહિ,
પણ એની સાથે વિતાવેલી ક્ષણો સાથે પ્રેમ થઈ જતો હોય છે,
છોડી દિધી છે હવે મોહ-માયા માણસોની,
હવે ફક્ત યાદ છે એમની સાથે વિતાવેલો સુખદ સમય!