Gujarati Quote in Poem by jagrut Patel pij

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાચ શી લાગણી કેમ કરી સંભાળશું..
તારી યાદનો સાથ લઈ અમે જીંદગી ગુજારશું..

વેદના વિરહની ને આ પ્રેમ છે રિસામણો..
ઝાંઝવાના નીર થઈ અમે પ્રેમને પંપાળશું..

હા રહ્યો છું સળગતો, ભર બપોરે તાપમાં
બળતા આ મનને અમે એના સ્નેહથી ઠારશું..

નાસમજ છે દિલ જરા રસ્તો ભટક્યા કરે
એના હાથના સહારે અમે રસ્તો શણગારશું..

મહેકી ઉઠે જે મુજ કલમના સથવારે
ફોરમ બની અમે એનુ આંગણું મહેકાવશું..

વરસી રહી જે પ્રેમમાં "મીરાં" બની
"ગોપાલ" થઈ અમે એના સપનામાં આવશું..

Gujarati Poem by jagrut Patel pij : 111760803
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now